
સુરત, 15 સપ્ટેમ્બર : આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે તા.16/9/2022 ના રોજ સવારે 10 વાગ્યે ઉમરપાડા ખાતે ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ2.63 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘ભગવાન બિરસા મુંડા આદિજાતિ સાંસ્કૃતિક ભવન’નું ખાતમુહુર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ ગણપતસિંહ વસાવા, મોહન ઢોડિયા, ઈશ્વર પરમાર, વી.ડી.ઝાલાવાડીયા, ઝંખના પટેલ, આનંદ ચૌધરી, સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશપટેલ, સુરત જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, જિ.પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદા ચૌધરી, સુમુલ ડેરીના ડિરેક્ટર રિતેશ વસાવા અગ્રણી શામસિંગવસાવા સહિત નગરજનો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત