સુરત, 15 સપ્ટેમ્બર : સમગ્ર સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન કાળા વાદળો સાથે પડી રહેલા ધોધમાર વરસાદને પગલે સવારે 6થી સાંજે 4 વાગ્યા દરમિયાન સૌથી વધુ બારડોલી તાલુકામાં 136 મી.મી. એટલે કે, 5.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નદીઓ અને ખાડીઓમાં પાણીના સ્તર વધતા બારડોલી તાલુકાના ત્રણ રસ્તાઓ રસ્તાઓ બંધ કરાયા છે.
અન્ય તાલુકાના વરસાદમાં પલસાણામાં 91 મિ.મી., માંડવીમાં 55 મી.મી., ઉમરપાડામાં 37 મિ.મી., ઓલપાડમાં 2 મિ.મી., કામરેજમાં 19 મિ.મી., ચોર્યાસીમાં 14 મિ.મી., મહુવામાં 41 મિ.મી., માંગરોળમાં 63 મિ.મી., અને સુરત સીટીમાં 8 મિ.મી. વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે સાંજે 5 વાગ્યાની સ્થિતિએ 187821 કયુસેકની આવકની સામે ડેમના 14 દરવાજા 6 ફુટ જેટલા ખોલીને 170360 કયુસેક જેટલો પાણીનો છોડવામાં આવી રહ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત