
સુરત, 16 સપ્ટેમ્બર : 36મી નેશનલ ગેમ્સના આયોજનના ભાગરૂપે જીલ્લાની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે રૂચી કેળવાય અને ઉત્સાહ વધે તેના ભાગ રૂપે જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ રમતોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માધ્યમિક શાળાઓમાં ગ્રામિણ અને બીજી વિવિધ રમતોમાં આજે 72100 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.આગામી 29મી સપ્ટેમ્બરથી સૂરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અને ડુમસ દરિયા કિનારે વોલીબોલ, હેન્ડ બોલ અને બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસની રાષ્ટ્રીય કક્ષાની રમતોની તૈયારી ચાલી રહી છે ત્યારે સૂરત શહેર અને જિલ્લામાં ગામે ગામ અને શાળા, મહા શાળા, રમત વીરો, સૌ નાગરિકોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે શાળાઓ જુદી જુદી રમતોના માધ્યમથી આજે જીલ્લા ભરની શાળાઓ ધમધમી ઉઠી હતી.

તા.29મીના રોજ નેશનલ ગેમ્સ મોટાપાયા પર આયોજન થઈ રહ્યું છે ત્યારે તમામ બાળકો નેશનલ ગેમ્સનું મહત્વ સમજે અને જૂની-નવી રમતોનું મહત્વ સમજે, રમત ગમતના નિયમો થી વાકેફ થાય આખરે રમત ગમતક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકાય તે હેતુ થી એડવાન્સ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં રોલબોલ, ચેસ, લખોટી, બાસ્કેટબોલ, કબડ્ડી, વોલીબોલ, કેરમ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજી, શિક્ષણ નિરીક્ષક સંગીતા મિસ્ત્રીની આગેવાની હેઠળ જિલ્લામાંથી વધુ માધ્યમિક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓએ પોતાની રીતે જુદી જુદી રમતો રમીને રમતોત્સવનો માહોલ ઉભો કર્યો હતો.આમ જોવા જઇએ તો આ એક મોટી રમતો જેવું જ વાતાવરણનું સર્જનનો પ્રયાસ સફળ રહ્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત