સુરત, 16 સપ્ટેમ્બર : રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય તેમજ શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ ‘વિશ્વાસ થી વિકાસયાત્રા‘ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્વસહાય જૂથોને ચેક વિતરણ કાર્યક્રમ યોજાશે. સાથે જ સ્વ-સહાય જૂથોની બહેનો માટે નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.20 વર્ષના પારદર્શિ પ્રજાભિમુખ શાસનમાં જાહેર જનતાના મેળવેલા વિશ્વાસ થી વિકાસની સિદ્ધિઓની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજયકક્ષાના કાર્યકામનું અમદાવાદથી લોકાર્પણ થશે. અમદાવાદ સિવાય જીલ્લા કક્ષાના 32 સ્થળોએ આ કાર્યક્રમ એક સાથે એક જ સમયે યોજાશે. અને જીલ્લા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ જીલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થશે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે પ્રવાસન, વાહનવ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ અને નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી તેમજ તબીબી સારવારનો લાભ પણ મળશે. આ પ્રસંગે રાજ્ય કૃષિ મંત્રી મુકેશ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, મેયર હેમાલી બોઘાવાલા, સાંસદો, ધારાસભ્યો અને તાલુકા પંચાયત પ્રમુખો હાજર રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત