
સુરત, 17 સપ્ટેમ્બર : રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરત ખાતે સૌ પ્રથમવાર ‘કૌશલ દીક્ષાંત સમારોહ’ યોજાયો હતો. જેમાં સંસ્થાના 899 તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સાથે સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉદ્યમ સાહસિકતા, એપ્રેન્ટીસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આઈ.એમ.સી કમિટીના ચેરમેન વિશાલ ઉપાધ્યાય, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ હેડ વિજય માંગુકિયા, આચાર્ય એચ.એન.કાકડિયા, વારિ એનર્જી પ્રા.લિ.ના શિવલાલ તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત