વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મ દિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘અંગદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 17 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે મજુરા ગેટ સ્થિત નવી સિવિલ ખાતેના સુશ્રુત લેકચર હોલ ખાતે ‘અંગદાન જાગૃતિ‘ કાર્યકમ યોજાયો હતો. જ્યાં નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલયના વર્ગ-1 થી વર્ગ-4ના 250 જેટલા અધિકારી-કર્મચારીઓ, તબીબો, અને મેડિકલના વિદ્યાર્થીઓએ ‘અંગદાન’નો સંકલ્પ લીધો હતો. ઉપરાંત સૌએ પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રવર્તુળને પણ અંગદાન માટે પ્રેરવાનો સંકલ્પ કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *