
સુરત, 17 સપ્ટેમ્બર : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે અંદાજિત 20 એકરમાં નિર્માણ પામી રહેલી ધો. 6થી 12ની આધુનિક સુવિધાઓથી સજ્જ સૈનિક શાળાની આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે મુલાકાત લઈને બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ અધિકારીઓને અહીં જરૂરી રચનાત્મક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી સાથે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા અને આદિજાતિ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

નોંધનીય છે કે, વાડી સૈનિક શાળામાં 700 વિદ્યાર્થીઓ જેમાં 350 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી શકશે. આ શાળામાં કેન્ટીન, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કોમ્પ્યુટર લેબ, ફિઝિક્સ લેબ, લાઈબ્રેરી, શોપિંગ કોમ્પલેક્ષ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉભી થઈ રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત