
સુરત, 17 સપ્ટેમ્બર : વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા આજરોજ પ્રત્યેક વોર્ડમાં મહારક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 1532 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તથા બક્ષીપંચ મોરચા દ્વારા 300 દિવ્યાંગ બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં અનાજ સહિતની કીટ વિતરણ, સફાઈ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ખાણીપીણી તથા ચીજ વસ્તુઓની ખરીદીમાં 10% થી લઈને 50% સુધી ડિસ્કાઉન્ટ ની ઓફર પણ કરવામાં આવી હતી.ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન દ્વારા દિવ્યાંગ બાળકો માટે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યાલય પંડિત દિન દયાલ ભવન ઉધના ખાતે આદરણીય મોદીના જીવન ચરિત્ર વિશે એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ,સુરત મહાનગર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા,મહામંત્રીઓ કિશોર બિંદલ , મુકેશ દલાલ,કાળુ ભીમનાથ,ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ પ્રદર્શનને નિહાળ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત