
સુરત, 18 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિન નિમિત્તે ઓલપાડ વિધાનસભાના કેન્દ્ર/ રાજ્ય સરકારના લાભાર્થીઓ દ્વારા 72,000 વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મૂળદ ગામથી વૃક્ષારોપણનો શુભારંભ કરી સૌએ રોપાઓના વાવેતર સાથે ઉછેરનો સંકલ્પ લીધો હતો. ઉપરાંત, ઓલપાડ તાલુકાના મૂળદ ગામે પૂજા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને મૂળદ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા 8 હળપતિ આવાસોનું કૃષિ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા ઘરવિહોણા હળપતિ લાભાર્થીઓને આવાસની ચાવીઓ અર્પણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મંત્રીના હસ્તે કુંવરભાઈ મામેરું યોજના લાભાર્થીઓને ચેક અને આશરે1000 વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ પણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને વિકાસના બળે દેશ દુનિયામાં ભારતને સન્માન અપાવ્યું છે. પૂજા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના આનંદભાઈને પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ સાંભળીને સેવાના કાર્યો કરવાની પ્રેરણા મળી એ સમાજના આમ નાગરિકો માટે પણ પ્રેરક પહેલ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાત જાતે ૫૦ ટકા વીજળી ઉત્પન્ન કરતું સ્વનિર્ભર રાજ્ય બનશે એમ જણાવી મંત્રીએ ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં હાલ સુધી રૂ. 3072 કરોડના વિકાસકામો થયા હોવાનું અને સરકારની વિવિધ યોજનાઓમાં સૌથી વધારે 4.77 લાખ લાભાર્થીઓ ઓલપાડ વિધાનસભામાં લાભાન્વિત થયા છે.આગામી સમયમાં ગામોની સ્ટ્રીટ લાઈટો સોલારથી સંચાલિત થાય એવી બજેટમાં રાજ્ય સરકારે જોગવાઈ કરી છે. એટલે ગામોની સ્ટ્રીટ લાઈટો નિઃશુલ્ક ચાલશે.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, સરપંચ વાસુદેવ પટેલ,પૂજા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના આનંદ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ,1008 અવધૂત બાબા અરુણ ગિરીજી મહારાજ ગુરૂદેવ મહામંડલેશ્વર શ્રી શ્રી, જિલ્લા મહામંત્રી યોગેશપટેલ, તાલુકા પંચાયત સભ્યો ,અગ્રણીઓ, લાભાર્થીઓ, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

પીએમના ‘મન કી બાત’ કાર્યક્રમ થકી પ્રેરણા મળી
વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમ થકી પૂજા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના આનંદ ઉપાધ્યાયને સેવાકાર્ય થકી સમાજને મદદરૂપ થવાની પ્રેરણા મળી અને તેમણે મુળદ ગામમાં એક સાથે 2 લાખની કિંમતના 8 હળપતિ આવાસો ગરીબ પરિવારોને આપ્યા અને પ્રભુનગર, શિવાજી નગર, પંચવટી સોસાયટી અને કઠોદરા પ્રાથમિક શાળાના આશરે 1000 જેટલાં વિદ્યાર્થીઓને ગણવેશો આપ્યા હતા. તેમણે 155 ઓલપાડ વિધાનસભાના કેન્દ્ર અને રાજ્ય સરકારના 72 હજાર લાભાર્થીઓને ઘરે વૃક્ષો રોપવા માટે રોપા પૂરા પાડ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત