
સુરત : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસના શુભ અવસરે દેશભરમાં સેવાની સરવાણી વહી રહી છે ત્યારે ગુજરાતમાં પણ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધા સહિતના સેવા કાર્યો ની ફ્રી કેમ્પો કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.સુરત જિલ્લાના કામરેજમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તેમજ જન સુવિધા કેન્દ્ર દ્વારા દ્વારા રામ કબીર સ્કૂલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લોકો લાભ લઈ શકે તે હેતુથી ફ્રી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.

રામકબીર શાળામાં અલગ અલગ વિષય પર વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે સુંદર રંગોળીઓ બનાવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શૈલેષ દેસાઈ તેમજ મહિલા અગ્રણે નીલમ અરુણકર તથા સ્ટાફે વિદ્યાર્થીઓને આ કાર્યમાં પ્રોત્સાહિત કર્યા હતા.

આ બંને સેવાકીય કાર્યોમાં તાલુકા પંચાયતના પ્રમુખ અજીત આહીર કામરેજ સરપંચ કિંજલ શાહ,વિજય વલેરા તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત