
સુરત, 19 સપ્ટેમ્બર : 36મી નેશનલ ગેમ્સની ચાર રમતોની યજમાની સુરત કરી રહ્યું છે ત્યારે રમતગમત પ્રેમીઓ, વિદ્યાર્થીઓમાં અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયેલા ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના બીજા દિવસે વહેલી સવારે કેનાલ પાથ-વે, જી.ડી.ગોયેકા સ્કુલની બાજુમાં સાયકલ રેલી યોજાઈ હતી.

સાયકલ રેલીને મ્યુ.કમિશનર બંછાનિધિપાની, સુડાના સીઈઓ શાહે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં સાઈકલિસ્ટો જોડાયા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત શહેરમાં કુલ 4 રમતો યોજાવાની છે.ત્યારે, ઘણા વર્ષો બાદ સુરત યજમાની કરતું હોઈને શહેરમાં રમતપ્રેમીઓ અને નાગરીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા પણ ખુબ જ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત