સુરત : માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન ખાતે 2 ટ્રેનોના સ્ટોપેજનો પ્રારંભ

સ્થાનિક
Spread the love

સુરત, 19 સપ્ટેમ્બર : માંગરોળ તાલુકાના કોસંબા રેલ્વે સ્ટેશન પર 2 ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતા સાંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા ટ્રેનને કોસંબાના સ્ટોપ દરમિયાન લીલી ઝંડી આપી રવાના કરી હતી.

ગાડી નં.19019/19020 બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા અને ગાડી નં. 22927 બાંદ્રા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટોપેજ મળવાથી અમદાવાદ અને મુંબઈ રૂટ પર જનારા કોસંબા અને આસપાસના વિસ્તારની જનતા-મુસાફરો માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી નીવડશે. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્ટોપેજ અંગે સ્થાનિકોની માંગ સંતોષાતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *