વોલીબોલ જોયો ન હતો એ આંતરરાષ્ટ્રીય ખેલાડી બની અને ટીમ માટે રજત ચંદ્રક મેળવ્યો

ખેલ જગત
Spread the love

સુરત, 20 સપ્ટેમ્બર : પુર્ણા શુક્લા…. મૂળ ભાવનગરની રહેવાસી જેણે ક્યારેય વોલીબોલ જોયો નહતો અને તે માટે સમય પણ ન હતો, ઘરની પરિસ્થિતિ પણ સારી ન હતી. ઘર જીવન એક શ્રમિક જીવન હતું અને આવક પણ માતાના શ્રમ આધારિત હતી. બહેન ભાઇ હજુ તો અભ્યાસ કરતા હતા.પુર્ણા આમ તો એક ખેલાડીને શોભે તેવી પર્સનાલિટી ધરાવતી હતી. ભાવનગરમાં ધો.8 માં અભ્યાસ કરતી હતી ત્યારે કેટલાક રમત ગમત ક્ષેત્રના કોચની તેની 170 સે.મી. હાઈટ અને ખેલાડીને શોભે એવા દેખાવ ઉપર નજર હતી જ..
આ કોચ ચિન્મય શુક્લા, ત્રિવેણી સરવૈયા, મહમદ કુરેશી તેઓએ તેની ઉંચાઈને ધ્યાને રાખીને ગુજરાતને એક સારો ખેલાડી આપવા મક્કમ નિર્ધાર કરી પુર્ણા શુક્લાને પ્રોત્સાહન અને પ્રેરણા તેમજ જરૂરી મદદ પણ કરીને વોલીબોલ ખેલાડી બનાવવા સફળ પ્રયાસ શરૂ કર્યા અને સફળતા પણ મેળવી.પણ પુર્ણાનો ભાગ્યોદય ત્યારે શરૂ થયો જ્યારે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સંચાલક તરીકે સંદીપ પ્રધાનની નિમણુક થઈ તેઓ IAS હતા અને રમત ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ થાય તેવા રમત ગમતના ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેવી મક્કમતાથી એસ.એ.જી.ના ચેરપર્સનલ તરીકે હવાલો સંભાળી લીધો. સાથે રાજ્ય ભરમાંથી રમત ગમત ક્ષેત્રના શ્રેષ્ઠ કોચને બોલાવી મનોમંથન કર્યું. એમાં સૂરતના વોલીબોલ કોચ અહેમદ શેખ દ્વારા કરાયેલું એક સૂચન ગુજરાતમાં વોલીબોલ એકેડેમી શરૂ થાય, અને એનો સર્વસંમતિથી સ્વીકાર થયો. આખરે નડિયાદ શહેરમાં વોલીબોલ એકેડેમી શરૂ થઈ….
રાજ્યભરમાંથી 170 સે.મી.ની ઉંચાઈ ધરાવતી 25 જેટલી દિકરીઓને કોચ દ્વારા પસંદ કરવામાં આવી અને રહેવા, ભોજન સહીતની સંપૂર્ણ સુવિધાયુક્ત એવી નડિયાદ વોલીબોલ એકેડેમીમાં દાખલ કરવામાં આવી. વિવિધ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી મહારાષ્ટ્રથી પણ એક્સપર્ટ કોચ લાવવામાં આવ્યા દિકરીઓની વિશિષ્ઠ તાલીમ શરૂ થઈ જેમાં પુર્ણા શુક્લાનો પણ સમાવેશ થતો હતો.બીજી તરફ એસ.એ.જીના ચેરમેન સંદિપ પ્રધાન દ્વારા એ .એસ. એ જી. માટે સરકાર માંથી બજેટમાં ખાસ્સો મોટો વધારો મંજૂર કરાવી લાવ્યા….. અને પછીતો એસ.એ.જી. દ્વારા રમતગમત પ્રવૃતિઓનો વિસ્તાર અને વ્યાપ વધ્યો તેમજ રાજ્યભરમાં રમત ગમત પ્રવૃત્તિઓ ધમ ધમી ઉઠી અને નડિયાદ એકેડેમી પણ પરિણામલક્ષી બની.
બે વર્ષીય તાલીમ બાદ પુર્ણાની ઇન્ડિયાની વોલીબોલ ટીમમાં પસંદગી થઈ જે પુર્ણા ના જીવનનો મોટો પડાવ બની રહ્યો અને ઈન્ટરનેશનલ ખેલાડી બની બેંગકોક ખાતે ટીમ ગઇ અને સારો દેખાવ કર્યો, થાઇલેન્ડમાં પુર્ણાની ટીમને રજત ચંદ્રક પણ મેળવ્યો હતો. ત્યારબાદ પુર્ણા શુક્લા ખેલો ઇન્ડિયામાં પણ પસંદગી પામી અને ગુજરાત સરકારની યોજનાનો લાભ મળ્યો….. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રૂા દસ હજારનું માસિક પ્રોત્સાહન પણ મળ્યું એક સાથે દસ હજાર રૂપિયા મળે એ પણ પુર્ણાના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભર્યું બન્યું હતું.
રાજય સરકારની યોજનાઓ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સંખ્યાબંધ રમતવીરોને આર્થિક પ્રોત્સાહન મળી રહ્યું છે અને રમતવીરોનું જીવન ધોરણ ઉંચુ આવી રહ્યું છે સાથે સાથે ખેલાડીઓને રમત ગમત માટે સારામાં સારી કીટ, સાધનો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે ગુજરાત આજે નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. પુર્ણા શુક્લા પણ ખુબ વ્યકત કરતા ” કહે છે કે,…. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રમત ગમત પ્રોત્સાહન યોજનાનો લાભ મળવો એજ મારા જીવનનો મોટો બદલાવ છે… પુર્ણા આજે નડિયાદ ખાતે આગળ કોલેજનો અભ્યાસ કરી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *