સુરત શહેર ભાજપા દ્વારા દરેક વોર્ડમાં હિમોગ્લોબીન ચેક અપ કેમ્પનું આયોજન કરાયું

સામાજીક
Spread the love

સુરત, 20 સપ્ટેમ્બર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના ભાગરુપે 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સેવા પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય માં 580 મંડળો માં 75000 દીકરીઓનુ અધતન ટેકનોલોજીથી વિના મૂલ્યે હિમોગ્લોબીન ચેક કરવાની કાર્યક્રમ બીજેપી મેડિકલ સેલ દ્વારા રાખવામાં આવિયો છે એના સંદર્ભ માં સમગ્ર સુરત શહેરમાં પ્રત્યેક વોર્ડ માં 2 જગ્યાએ એટલે કે 30 વોર્ડમાં 60 જગ્યા એ વિનામૂલ્યે હિમોગ્લોબીન ચેક કરવાનું આયોજન બીજેપી મેડિકલ સેલ દ્વારા કરવામાં આવેલ છે.તેમજ જેનું લોહી(હિમોગ્લોબીન) ઓછું હોય એને લોહતત્વની દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે.આનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્ય અને દેશમાંથી કુપોષણ દૂર કરવાનો છે.પીએમ મોદી સ્વસ્થ અને સશકત ભારત નુ નિર્માણ કરવા પ્રયત્નશીલ છે.જો પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ અને સશકત હશે તો એક સમૃદ્ધ રાષ્ટ્ર નુ નિર્માણ થઇ શકશે તેમજ ભારત દેશ ઉન્નતિ અને પ્રગતિ કરી શક્શે… સ્ત્રી સશકતિકરણના ભાગ રૂપે આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *