
સુરત, 20 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, 22મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક દરમ્યાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે આખા દિવસ માટે ‘એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધી ઉપસ્થિત રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એમએસએમઇ પ્રોત્સાહનો અને સબસિડી વિષે તથા વિવિધ બેન્કો તરફથી મળતી વિશેષ લોનની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે હેતુથી‘એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવ’યોજાશે. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી અને જનરલ મેનેજર એમ.કે. લાદાની વેપારીઓ તથા લઘુ ઉદ્યોગકારોને રાજ્ય સરકારની સહાયક યોજનાઓ વિષે માહિતી આપશે.ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડિરેકટર નિલેશ ત્રિવેદી, વેપારીઓ તથા ઉદ્યોગકારોને કેન્દ્ર સરકારની સહાયક યોજનાઓ વિષે જાણકારી આપશે. આ ઉપરાંત ભારત સરકારના એમએસએમઇ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ– અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર એન્ડ હેડ ઓફ ઓફિસ વિકાસ ગુપ્તા (આઇઇડીએસ) જેમ પોર્ટલ વિષે માહિતી આપશે.
આ કોન્કલેવમાં સુરત પીપલ્સ કો–ઓપરેટીવ બેંક, કોટક બેંક, યુનિયન બેંક અને પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ દ્વારા વેપારીઓ તથા લઘુ ઉદ્યોગકારોને એમએસએમઇને લગતી સ્પેશિયલ સ્કીમો તથા સેવાઓની વિસ્તૃત સમજણ આપવામાં આવશે.કોન્કલેવ દરમ્યાન ઉદ્યોગ ઉદ્યમ અને જેમ પોર્ટલનું મફત નોંધણી ડેસ્ક પણ ઉભું કરવામાં આવશે. જ્યાં વેપારીઓ તથા લઘુ ઉદ્યોગકારો પોતાનું ઉદ્યોગ ઉદ્યમ અને જેમ પોર્ટલ પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત