સુરતમાં નેશનલ ગેમ્સ પૂર્વેનો કાર્નિવલ સફળ રહ્યો : ત્રણ દિવસ છવાયો આનંદ ઉત્સવનો માહોલ

ખેલ જગત
Spread the love

સુરત, 20 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે 29 સપ્ટેમ્બર થી 12 ઓકટોમ્બર 2022 દરમ્યાન 36મી નેશનલ ગેમ્સ, ગુજરાત 2022નું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના કુલ 6 શહેરોમાં 36 રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સુરત શહેરમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનીસ અને બેડમીન્ટનની ગેઈમ્સ તથા ડુમસ બીચ ખાતે બીચ હેન્ડ બોલ અને બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવેલ છે.આ 36 મી નેશનલ ગેઈમ્સ, ગુજરાત 2022સંદર્ભે શહેરીજનો માહિતગાર થાય તથા રમતગમતની પ્રવૃતિને વેગવંતુ બનાવવા સુરત મહાનગરપાલિકા ધ્વારા 18મી સપ્ટેમ્બર 2022થી 20સપ્ટેમ્બર 2022 દરમ્યાન કેનાલ પાથવે, અણુવ્રત ધાર થી વી.આઈ.પી જંકશન ખાતે સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું.

શહેરીજનો આ સ્પોર્ટસ કાર્નિવલમાં જોડાયા તથા દબદબાભેર ભવ્યાતિભવ્ય આ સ્પોર્ટસ કાર્નિવલનો શુંભારંભ મંત્રી રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ મહેસુલ અને ગૃહ (રાજ્ય કક્ષા) હર્ષ સંઘવીના વરહસ્તે કરવામાં આવ્યો . આ સ્પોર્ટસ કાર્નિવલમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગના સ્ટોલ અને સૌથી મોટો ફુંડ સ્ટોલ સાથે સાથે સુરત શહેર પોલીસ ધ્વારા સાયબર ક્રાઈમ, SHE TEAM નીકામગીરી તથા ટ્રાફિક પોલીસ અને હથિયાર પ્રદર્શન અને બાળકો, વિધાર્થીઓ ગામઠી રમતોનું પણ અનેક આકર્ષણ જમાવ્યું હતું.

આ પ્રસંગે કમિશનર બંછાનિધિ પાનીએ 36મી નેશનલ ગેઈમ્સ ગુજરાતમાં લાવવા બદલ ગૃહમંત્રી (રા.કા.) સંઘવીનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પણ લખોટી દાવ ખેલીને પોતાના બાળપણ ને તાજુ કર્યું હતું.વધુમાં આ સુંદર વાતાવરણમાં સુરત શહેરમાં કેનાલ પાથ-વેમાં પ્રથમ વખતે રંગારંગ કાર્યક્રમ અને ફુડ સ્ટોલ સાથે કાર્નિવલનો શુંભઆરંભ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષથી યોજાયેલ ન હોય એવી નેશનલ ગેઈમ્સનું આયોજન ગુજરાત રાજયએ કર્યું છે. આ નેશનલ ગેઈમ્સમાં 36 રાજયોના રમતવીરો ઉમળકાભેર આ નેશનલ ગેઈમ્સમાં વિવિધ 36 રમતો રમશે.

આ સ્પોર્ટસ કાર્નિવલમાં ગામઠી રમતો ઉપરાંત અત્યાર સુધીનો સૌથી લાંબાગાળાના ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય રમતોના પ્રચાર પ્રસાર અંગેના કાર્યક્રમમાં 18 અને 19 સપ્ટેમ્બર દરમ્યાન દરરોજ અંદાજે 50,000થી વધુ શહેરીજનો ને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિષેશ જેમાં એથ્લેટ શ્રીજા અકુલા – હૈદરાબાદ, પ્રાપ્તી સેન – કલકત્તા, સ્નેહીત સુરાવાજીલા – હૈદરાબાદ એ કાર્નિવલમાં હાજરી આપી અને ટ્રાયબલ ડાંસમાં પણ ભાગીદારી કરી હતી. વધુમાં ફુડ ફેસ્ટિવલનું આયોજન નવરાત્રી સુધી ચાલુ રાખવામાં આવશે. અંહી એકત્ર થયેલ યુવક યુવતીઓ એ પણ સંગીત ના માહોલ માં ડાન્સ , ગરબા ની રમઝટ બોલાવી હતી.સાયકલીંગ અને સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સાયકલીંગમાં 1019 તથા સ્કેટીંગમાં અંદાજે 400 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિવેક પટેલ, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, દંડક વિનોદ પટેલ, વી.એન.શાહ, સી.ઈ.ઓ, સુડા, પુનિત નૈયર અન્ય અધિકારીઓ, વિવિધ સમિતના અઅધ્યક્ષો, મ્ય, સદસ્યઓ, મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *