
સુરત, 26 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આવતીકાલે મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કોમ્યુનિકેટીંગ વીથ કરીશ્મા– લીડર્સ ઓડિટ’વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે સ્કીલ કોચ તથા બીસીએમ ટ્રેનિંગ એકેડેમીના ફાઉન્ડર નિશા આનંદ દ્વારા ઉદ્યોગ સાહસિકોને લીડર બનવા માટેની સ્કીલ વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.સામાન્યપણે અસરકારક કોમ્યુનિકેશન એ લીડર માટે ખૂબ જ મહત્વની કવોલિટી હોય છે. એક સારો લીડર હંમેશા સભાન રહીને આત્મવિશ્વાસથી સ્પષ્ટપણે, વિચારપૂર્વક અને સંક્ષિપ્તમાં પોતાને રજૂ કરવા સક્ષમ હોય છે. આ પ્રભાવશાળી કોમ્યુનિકેશન કૌશલ્યને કારણે તે અન્ય વ્યકિતઓથી અલગ તરી આવતો હોય છે. આથી આ બધી બાબતો વિષે આજના યુવાઓ તથા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3U3A5b7 પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત