
સુરત, 27 સપ્ટેમ્બર : ભારતમાં હિન્દીભાષાને પ્રોત્સાહન આપવા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હિન્દી પખવાડિયા અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા ખાતે હિન્દી ઉત્સવ યોજાયો હતો. દ્વારા હિન્દી ઉત્સવ યોજાયો હતો.

જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હિન્દી ભાષા સાહિત્ય, ઈતિહાસ, હિન્દી ભાષાને આગળ વધારનાર મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર, હિન્દી પ્રત્યેના સમર્પણ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. હિન્દી વિષય ઉપર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં યુવાઓ-વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને કેન્દ્ર સરકારના પ્રમાણપત્ર અને મેડલ આપીને સમ્માનિત કરાયા હતા.

આ પ્રસંગે તાલુકા એન.વાય.બી.સત્યેન્દ્ર યાદવ કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સરવૈયા, આર. કે.વિદ્યાલયના સહસંસ્થાપક સંજય વર્મા, સંસ્થાપક રાજીવ શર્મા, બ્રિલિયન્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ડો. સંજય જોશી, ઈન્ટરનશનલ કોલેજ પ્રધાનાચાર્ય એસ.ડી.જે. ઉપસ્થિત રહ્યા હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત