
સુરત, 27 સપ્ટેમ્બર : રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રન ઈન ચીફ અરવિંદકુમાર તથા એકઝીક્યુટિવ ચેરમેન સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 26 સપ્ટે.થી ૨૦ ઓક્ટો. સુધી યુનિસેફના સહયોગથી રાજ્યભરમાં બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ (પોક્સો એક્ટ) ની કાનૂની જોગવાઇ અંગે જાગૃત્તિ અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત દ્વારા સુરત જિલ્લાની સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં કાનૂની જાગૃત્તિ શિબિરો યોજાઈ રહી છે, જેમાં નિષ્ણાત વક્તાઓ પોકસો એક્ટની જોગવાઈઓની જાણકારી આપી રહ્યા છે.

શહેરની સુમન શાળા નં-6 ઉધના ખાતે યોજાયેલી કાનૂની શિબિરમાં 300 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પી.એલ.વી. દીપક જાયસવાલ દ્વારા પોકસો કાયદાની ગંભીરતા,1098 ચાઇલ્ડ હેલ્પલાઇન જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સમજ આપી હતી. આ અંગેની માહિતી આપતા પેમ્પ્લેટનું પણ વિતરણ કરાયું હતું. શાળાના આચાર્ય મહેન્દ્ર બાવિસ્કરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત