સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘કોમ્યુનિકેટીંગ વીથ કરીશ્મા– લીડર્સ ઓડિટ’વિષે કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 28 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કોમ્યુનિકેટીંગ વીથ કરીશ્મા– લીડર્સ ઓડિટ’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સ્કીલ કોચ તથા બીસીએમ ટ્રેનિંગ એકેડેમીના ફાઉન્ડર નિશા આનંદે ઉદ્યોગ સાહસિકો તથા યુવાઓને ટીમ લીડર બનવા માટેની જરૂરી સ્કીલ્સ વિષે માર્ગદર્શન આપ્યું હતું.
વકતા નિશા આનંદે જણાવ્યું હતું કે, કોમ્યુનિકેશનથી સંબંધો સારા બની શકે છે અને સારા રહી પણ શકે છે. એના માટે સ્વાર્થને બાજુએ મુકીને સામેવાળી વ્યકિતને આપણે પોતે કઇ આપી શકીએ તેવી ભાવનાથી તેઓની સાથે સંબંધો સાચવવા જોઇએ. તેમણે ગોસિપ, બીજાને જજ કરવું, નેગેટીવ સ્વભાવ, હમેશા ફરિયાદ કરવી, બહાના કાઢવા અને પોતાના મનનું જ થાય તેવી ધારણા જેવી ખરાબ આદતો અંગે ચર્ચા કરી હતી. એનર્જી પોઝીટીવ રહેશે તો કોમ્યુનિકેશન પણ પોઝીટીવ રહેશે. કોમ્યુનિકેશન ઇન્ટરલી થાય છે, વ્યકિતઓનો આદર કરતા હશો તો કોમ્યુનિકેશન પોઝીટીવ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.ટીમ લીડર બનવા માટે વિશ્વાસ કેળવવો જરૂરી છે. તુરંત જ ટીમના સભ્યને સમજવું જરૂરી છે. કયારેક એવું બનતું હોય છે કે આપણને જે બાબત દેખાતી હોય તે સામેવાળી વ્યકિતને નહીં દેખાય. આથી ટીમના સભ્ય સાથે કોમ્યુનિકેટ કરવાનું બંધ કરવું જોઇએ નહીં. એવા સમયે ટીમ સભ્યને ફીડબેક કેવી રીતે આપવો? અને ગોલ કેવી રીતે સેટ કરવો ? તેના પર જ લીડરનું ફોકસ હોવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લીડરની ક્રેડિબિલિટી મહત્વની હોય છે. આથી એક સારા લીડરે બોલતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. ફેકટ ફીગરને જસ્ટીફાય કરીને જ બોલવું જોઇએ. કોઇપણ કામ અથવા ટાસ્કને તેની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું રાખવું જોઇએ અને સતત એવું કરતા રહેવું જોઇએ. કોઇ સમસ્યા હોય તો તુરંત એના સંદર્ભે કોમ્યુનિકેટ કરવું જોઇએ. ક્રેડિબિલિટી બોલવાથી આવે છે અને એકટ કરવાથી રિલયાબિલિટી આવે છે.ટીમ લીડરે ટીમના સભ્યો સાથે બોન્ડીંગ વધારવા માટે કામ સિવાયની બે – ચાર હળવી વાતો કરવી જોઇએ. ટીમમાં કયારેક એવા સભ્યો હોય કે તેઓમાં સ્કીલ હોય પણ ઇચ્છાશકિતનો અભાવ હોય ત્યારે એવા સભ્યોને પ્રોત્સાહિત કરતા રહેવું જોઇએ. જે સભ્યો સારી રીતે કામ કરે છે તેઓને એમ્પાવર કરવા જોઇએ. જેથી કરીને તેઓ આગળ સારા લીડર બની શકે.ટીમ લીડરને ટીમને કલીયારિટી આપવી જરૂરી હોય છે. તેનો ગોલ સ્પષ્ટ હોવો જોઈએ અને ટીમના સભ્યોને સાથે લઇને ચાલવું જોઇએ. ટીમ લીડરે કયારેય બ્લન્ટલી નેગેટીવ ફીડબેક આપવો જોઇએ નહીં. જો આવું થાય તો કામ તો નહીં જ થાય પણ સંબંધ પણ બગડે છે. આથી ટીમના સભ્યએ શું નથી કર્યુ અને શું કરવું જોઇએ તેના વિષે સોલ્યુશન બેઇઝડ ફીડબેક આપવો જોઇએ.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ગૃપ ચેરમેન મૃણાલ શુક્લએ પ્રાસંગિક વિધિ કરી હતી. ચેમ્બરની સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કમિટીના કો–ચેરપર્સન અમિ નાયકે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કમિટીના સભ્ય બિપિન હિરપરાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે કમિટી સભ્ય જે.કે. નાયરે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *