સુરત : વડાપ્રધાન મોદીના કાર્યક્રમના પગલે ટ્રાફિક વ્યવસ્થા માટે કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ

સ્થાનિક
Spread the love

સુરત,27 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.29મીએ સુરત ખાતે વિકાસકામોના ખાતમુહુર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં પધારનાર છે, વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ગોડાદરા મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઇસ્કુલ ગ્રાઉન્ડથી લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી તેમનો રોડ શો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેનાર હોય જાહેર જનતાને તેમજ વાહનચાલકોને અવર જવરમાં અડચણ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુસર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ ઉપરોક્ત કાર્યક્રમના રૂટ ઉપર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તેમજ આ રૂટવાળા મુખ્ય માર્ગને અડીને આવેલ તમામ ગલીનાકા, ચાર રસ્તા ઉપરથી મુખ્યમાર્ગ ઉપર પ્રવેશવા તેમજ ક્રોસીંગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
જાહેરનામા અનુસાર:–
(1) ગોડાદરા ચાર રસ્તાથી, મહારાણા પ્રતાપ ચોક ચાર રસ્તા, કંઠી મહારાજ ચારરસ્તા, રામજાનકી મંદિર ચારરસ્તા, સંજયનગર ચારરસ્તા, નીલગીરી સર્કલ, નવાનગર સુધી બન્ને તરફના મુખ્ય માર્ગો તથા સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તા.29/૦9/2022 રોજ સવારે 6 વાગ્યાથી વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.

(2) ગોડાદરા ચારરસ્તાથી, મહાવીર મોબાઇલ ચારરસ્તા, બાબા વૈધનાથ મંદિર (પ્રિયંકા સીટી) ત્રણરસ્તા, રામનગર ચારરસ્તા, સંજયનગર ચોકી ચાર રસ્તા, નીલગીરી સર્કલ, નવાનગર સુધી બન્ને તરફના મુખ્ય માર્ગો તથા સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તા.29/૦9/2022 રોજ સવારે 7 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *