
સુરત, 29 સપ્ટેમ્બર : બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુરુવારે સુરતમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અપાર જનમેદની વચ્ચે ભવ્ય રોડ શો અને ત્યાર બાદ જનસભામાં ઉપસ્થિત લોકોએ પીએમનું અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમો દરમ્યાન લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.પીએમના આ કાર્યક્રમો દરમ્યાનની આછેરી ઝલક આ પ્રમાણે છે.

››› ગીત, સંગીત, અને નૃત્યોની રમઝટ સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ, સુરતની પુણ્યભૂમિ ઉપર અદકેરુ સ્વાગત કરાયુ હતુ.
››› લિંબાયતના નીલગીરી મેદાન ખાતે આયોજિત વડાપ્રધાનની વિરાટ જનસભામાં મીની ભારતનો નજારો ખડો થવા પામ્યો હતો.
››› મહારાષ્ટ્રીયન સમાજ સહિત ભારત દેશના જુદા જુદા પ્રાંતોના સ્થાનિક શહેરીજનોએ વડાપ્રધાનનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને એક ભારત-શ્રેષ્ઠ
ભારતના દર્શન કરાવ્યા હતા.
››› નવરાત્રીના પાવન પર્વે પુણ્યસલીલા તાપી મૈયાના તીરે પધારેલા વડાપ્રધાનએ ગોડાદરા હેલીપેડથી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ
સુધીના 2.7 કિલોમીટર સુધીના રોડ શો દરમિયાન શહેરીજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.
››› વડાપ્રધાનના રોડ શો દરમિયાન સુરતના શહેરીજનોએ હરખના ઉમળકા સાથે વિવિધ વેશભૂષામા સજ્જ થઈ, નોખી અનોખી રીતે તેમના જનનાયકનુ
ભાવભર્યુ અભિવાદન કર્યુ હતુ.
››› સભામંડપ ખાતે ખુલ્લી જીપમા પ્રજાજનોનુ અભિવાદન ઝીલતા ઝીલતા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, ગુજરાતના મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલ, અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાયા હતા.
››› આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક જોવા માટે કલાકો સુધી ઉભી રહેલી જનતાએ વડાપ્રધાનશ્રીના દર્શન સાથે ધન્યતા
અનુભવી હતી. સમગ્ર સભા મંડપ ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યુ હતુ.
››› નવરાત્રીના પર્વે સુરતના આંગણે પધારેલા લોકલાડીલા વડાપ્રધાનશ્રીના આગમનને પગલે, સમગ્ર સુરતમા દિવાળી જેવો હર્ષોલ્લાસનો માહોલ ખડો
થવા પામ્યો હતો.
››› વિશ્વમા ભારતને અનોખુ ગૌરવ અપાવનારા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સભા મંડપમા પ્રવેશ સાથે સમગ્ર પરિસર ‘મોદી, મોદી’
ના નારાઓથી ગુંજી ઉઠ્યુ હતુ.
››› સભાસ્થળે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ સાથે સ્માર્ટ સિટી સુરતની વિકાસયાત્રા, ગ્રીન અને ક્લીન સૂરત, સુરત મની કાર્ડ, સ્માર્ટ સિટી સુરત,
વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ખૂબસૂરત સુરત, સ્વચ્છ સુરત વિષયક ફિલ્મો પણ પ્રદર્શિત કરવામા આવી હતી.
››› જનસભાના સ્થળે વિરાટ ડિજિટલ સ્ક્રીન ઉપર નવલા નોરતા સાથે ડબલ એન્જીન સરકારની વિકાસ ગાથા વર્ણવતી ગરબાની રમઝટ પણ પ્રસ્તુત
કરાઈ હતી.
››› વર્લ્ડ મેરિટાઇમ ડે ના દિવસે સુરત ખાતે ઉમટેલા વિરાટ જનસાગરની વચ્ચે વડાપ્રધાનએ 70 કરોડના ખર્ચે હજીરા થી ઘોઘા રો પેક્ષ ફેરી
ટર્મિનલનુ લોકાર્પણ કર્યુ હતુ.
››› લિંબાયતના આંગણેથી વડાપ્રધાનએ કામરેજ તાલુકાના ખોલવડ ખાતે 12 કરોડના ખર્ચે નિર્મિત કરાયેલા IIIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ
ઇન્ફર્મેશન ટેકનોલોજી) નુ લોકાર્પણ કર્યુ હતુ.
››› 33 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા, અને સુરતની પ્રાચીન ઓળખસમા ચોકબજારના કિલ્લાનુ પણ વડાપ્રધાનએ લોકાર્પણ કર્યુ હતુ.
››› વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે 13.47 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ પામેલા સુરતની શાન સ્મીમેર મેડિકલ કોલેજના નવિન બ્લોકનુ પણ વડાપ્રધાનએ
લોકાર્પણ કર્યુ હતુ
››› સુરતની નવી સિવિલ ખાતે 123.47કરોડના ખર્ચે આકાર લેનાર બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના પ્રોજેક્ટનુ પણ વડાપ્રધાનએ ખાતમુહૂર્ત કર્યુ હતુ.
››› ગ્રીન અને ક્લીન એન્વાયરમેન્ટની દિશામા વધુ એક ડગલુ આગળ વધતા વડાપ્રધાનએ નીલગીરી મેદાનથી શહેરના વિવિધ 50 જેટલા સ્થળોએ
20.78 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૨૫ પબ્લિક ચાર્જીગ સ્ટેશનનુ લોકાર્પણ, અને ૨૫ પબ્લિક ચાર્જીગ સ્ટેશનનુ ખાતમુહૂર્ત પણ કર્યુ હતુ.
››› અવારનવાર આફતોમાંથી ફિનિક્સ પક્ષીની જેમ ઉભા થતા સુરતને સંભવિત આફતો સામે સુસજ્જ કરતા 108 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સુરત
અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી સેન્ટરનુ પણ લોકાર્પણ વડાપ્રધાનએ કર્યુ હતુ.
››› વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, અને સંશોધન ક્ષેત્રે નવા આયામો હાંસલ કરતા ₹ ૫૨ લાખના ખર્ચે તૈયાર થયેલા સિટી લાઈટ સ્થિત ‘ખોજ મ્યુઝિયમ’ નુ પણ
વડાપ્રધાનએ ઉદ્ઘાટન કર્યુ હતુ.
››› વડાપ્રધાનના હસ્તે સુરત જિલ્લામા 324.66 કરોડના ખર્ચ સાથે અપગ્રેડ થનારી ચાર જેટલી પાણી પુરવઠા યોજનાનુ ખાતમુહૂર્ત કરાયુ હતુ.
››› સુરતના આંગણે પધારેલા વડાપ્રધાનના હસ્તે 139 કરોડના ખર્ચે ડો.હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના વિસ્તારમા, કાંકરા ખાડી પાસે
87.50 હેકટર વિસ્તારમા નિર્માણ પામનારા બાયોડાયવર્સીટી પાર્કનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ.
››› વડાપ્રધાનના હસ્તે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટીના કુલ 369.60 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કરાયુ હતુ.
››› તા.29 સપ્ટેમ્બરે સુરતના આંગણે પધારેલા વિકાસ પુરુષ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કુલ ₹ ૩૪૭૨.૫૪ કરોડના વિવિધ પ્રકલ્પોનુ
ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ હતુ.
››› વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત શહેર સહિત જિલ્લાના વિવિધ સામાજિક અને સેવાભાવી સંગઠનોએ સ્વાગત અભિવાદન કર્યું હતું.
››› સુરત શહેર સહિત જિલ્લા પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલા વિવિધ વિકાસકામોથી સુરત શહેર સહિત જિલ્લાના વિકાસને વધુ
વેગ મળશે.
››› યજમાન લિંબાયતના નીલગીરી મેદાનમા ઉભા કરાયેલા વિશાળ ડોમમા ઉમટેલા જનસૈલાબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પોતાના
મોબાઇલની ફ્લેશ લાઈટ ઓન કરીને સામુહિક અભિવાદન, સ્વાગત કર્યુ હતુ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત