અમદાવાદ ખાતે ‘36મી નેશનલ ગેમ્સ-2022’ના ઉદ્દઘાટન સમારોહમાં સુરત જિલ્લામાંથી 1500 વિદ્યાર્થીઓ સહભાગી થયા

ખેલ જગત
Spread the love

સુરત, 30 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.29મીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ‘36મી નેશનલ ગેમ્સ-2022’નું ઉદ્દઘાટન કર્યું હતું, આ સમારોહમાં સુરત જિલ્લામાંથી 1500 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને વિશેષ 30 બસોમાં અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી એમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતના જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *