
સુરત, 30 સપ્ટેમ્બર : સામાજીક વનીકરણ વિભાગ, સુરત વિસ્તરણ રેન્જ ચોર્યાસી દ્વારા સચિન સ્થિત એલ.ડી.હાઈસ્કુલ ખાતે ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય ઝંખના પટેલની અધ્યક્ષતામાં તાલુકાકક્ષાના 73માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહાનુભાવોનું તુલસીના છોડ વડે સ્વાગત કરી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી તેના સંવર્ધન માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ ઋષિપટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વાસંતી પટેલ, કોર્પોરેટર પીયુષા પટેલ, રીના રાજપુત, ચિરાગ સોલંકી, હસમુખ નાયકા, સામાજીક વનીકરણ વિભાગ સુરત વિસ્તરણ રેન્જ ચોર્યાસી તેમજ એલ.ડી.હાઈસ્કુલ સચિનના આચાર્ય ડૉ.નીલેશ જોષી અને શિક્ષકો તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત