સુરત, 30 સપ્ટેમ્બર : ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી તેમને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળી રહે, શિક્ષણ સાથે નિ:શુલ્ક ભોજન અને નિવાસની સુવિધા મળી રહે એ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રૂ.19.36 કરોડના ખર્ચે જવાહર નવોદય વિદ્યાલયનું ભવન નિર્માણ પામ્યું છે, જેને રાજ્યના નાણામંત્રી કનુદેસાઈ તા1લી ઓક્ટો.એ સવારે 11 વાગ્યે લોકાર્પિત કરશે. આ ભવનના નિર્માણથી 9 થી 13ની વયના 96 જેટલી વિદ્યાર્થિનીઓ અને 192 જેટલા વિદ્યાર્થીઓ નિ:શુલ્ક રહેવા-જમવા સાથે ધો.6 થી 12માં શિક્ષણ સુવિધા મેળવી શકશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઇશ્વર પરમાર, મોહન ઢોડિયા, ઝંખના પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, આનંદ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત તેમજ અગ્રણીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત