સુરત, 30 સપ્ટેમ્બર : આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે તા.1લી ઓક્ટો.એ સવારે 9 વાગ્યે માંગરોળ તાલુકાના વાંકલમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે રૂ.20.67 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે.
આ પ્રસંગે નાણાં મંત્રી કનુ દેસાઈ, કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઇશ્વર પરમાર, મોહન ઢોડિયા, ઝંખના પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, આનંદ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપદેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનગામીત તેમજ અગ્રણીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત