સુરત : રાષ્ટ્રિય એકતાના ઉદ્દેશ્ય સાથે આવતીકાલે ” યુનિટી રન ” નું આયોજન

સુરત, 30 ઓકટોબર : ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ 31મી ઓકટોબર સોમવારના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. નર્મદાના એકતા નગર SOU કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ મા એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી […]

Continue Reading

સુરત : ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌ પ્રથમ ડિઝલ પંપ મૂકત ગામ બન્યું

સુરત, 30 ઓકટોબર : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ 100% સોલાર પંપ સંચાલિત ડિઝલ પંપ મૂક્ત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના […]

Continue Reading

ઓલપાડના સાંધિયેર ગામે 35 લાખના ખર્ચે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરતા કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ

સુરત,30 ઓકટોબર : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે કુષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે રૂા.35 લાખના ખર્ચના વિવિધ પંચાયત ભવન, ગટરલાઈન, રસ્તાઓ જેવા વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રૂા.14 લાખના ખર્ચે સાંધિયેર ગ્રામ પંચાયત ભવન લોકાર્પણ, તથા રૂ.3 લાખના ખર્ચે ભાથીજી મહારાજ મંદિરના કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કામોમાં રૂ. 5 […]

Continue Reading

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા- ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરત, 30 ઓકટોબર : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ બન્ને નેતાઓએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, નવસારીના ચીખલી, નર્મદાના ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સાથે ગઈકાલે કેજરીવાલ અને ભગવંત માનએ ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી માટે જનતા સમક્ષ એક નંબર […]

Continue Reading

સુરત : દિવાળીની ખુશાલી નિમિત્તે SRK એક્સપોર્ટ્સ કંપની તરફથી તેમના 1000થી વધુ કર્મચારીઓને રૂફટોપ સોલાર એનર્જીની ભેટ અપાઈ

સુરત, 20 ઓક્ટોબર : ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી વિશ્વની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) સુરત દ્વારા આજે ‘Pure Diwali Get Together’ (દિવાળી સ્નેહમિલન) ની ઉજવણી પ્રસંગે તેના 1,000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.શહેરના કતારગામ, રામકથા રોડ સ્થિત એસઆરકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુરુવારે મોડી સાંજે એક કાર્યક્રમ […]

Continue Reading

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ભારતના ચૂંટણી પંચની નવી પહેલ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની પ્રતિબદ્ધતા

સુરત, 19 ઓક્ટોબર : ભારતનું ચૂંટણી પંચ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી સુગમ અને સર્વસમાવેશી ચૂંટણીઓની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે ત્યારે દ્રષ્ટિહીન મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે એક નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. દ્રષ્ટિહીન મતદારોને સહાયકની જરૂરિયાત ઉપસ્થિત ન થાય તે માટે EVMના બેલેટ યુનિટ પર બ્રેઈલ […]

Continue Reading

સુરત : કિસાન સમ્માન નિધિ યોજનામાં ‘e-KYC’ બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે આધાર KYC કરાવી લેવું

સુરત, 19 ઓક્ટોબર : દેશના તમામ ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવા વર્ષ-2019થી અમલી ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના’ હેઠળ લાભ લેતા ખેડૂતોએ બેંક ખાતામાં જમા થતી નાણાકીય સહાય માટે ફરજીયાત ‘e-KYC’ કરાવવું જરૂરી છે. આ યોજનાનો લાભ લેતા ખેડૂતોમાંથી જેમનું ‘e-KYC’ કરવાનું બાકી હોય તેમણે આધાર બેઝ્ડ પેમેન્ટનો ભવિષ્યમાં અવિરત લાભ લેવા માટે […]

Continue Reading

નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા મેગા ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ 2.0 ની ઉજવણી કરાઈ

સુરત, 19 ઓક્ટોબર : નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા 1 ઓક્ટો.થી 31 ઓક્ટો. સુધી “ક્લીન ઈન્ડિયા ડ્રાઈવ 2.0’ શરૂ છે, ત્યારે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ અને નિકાલ’ તેમજ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ અને યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં યોગી ચોક વિસ્તારમાં તથા અડાજણ વિસ્તારની આંગણવાડીમાં, બારડોલી તાલુકામાં પ્રાંત કચેરીમાં મહુવા તાલુકાના વનવિભાગમાં […]

Continue Reading

’મા-PM જનઆરોગ્ય યોજના’ ગરીબ સુરત જિલ્લાના આદિવાસી પરિવાર માટે આશીર્વાદરૂપ બની

સુરત, 19 ઓક્ટોબર : પરિવારમાં કોઈ સભ્યને અકસ્માત કે કોઈ ગંભીર માંદગીના સમયે તેની સારવારના મોટા ખર્ચને પહોંચી વળવા માટે આખો પરિવાર આર્થિક મુશ્કેલીનો ભોગ બનતો હોય છે. એક તરફ પરિવારજનની ઈજા કે માંદગી અને બીજી તરફ નાણાની વ્યવસ્થાનો અભાવ એમ બેવડો માર આખો પરિવાર સહન કરતો હોય છે, આવા સંજોગોમાં PM જનઆરોગ્ય યોજના ગરીબ […]

Continue Reading

કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે છાપરાભાઠા વોર્ડ નં.1 માં રૂ.78 લાખના ખર્ચે ડામર રસ્તાનું ખાતમુહૂર્ત

સુરત, 19 ઓક્ટોબર : સુરત મહાનગરપાલિકાના છાપરાભાઠા વોર્ડ નં-૧માં આવેલી માલધારી સોસાયટીમાં રૂ.78 લાખના ખર્ચે તૈયાર થનાર ડામર રસ્તાનું કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ માલધારી સમાજની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે માલધારી સમાજના પ્રમુખ ગજજી ભરવાડ, વોર્ડ નં.1 ના કોર્પોરેટરો અજીત પટેલ, […]

Continue Reading