સુરત : અગ્રણી સમાજસેવી એરવદ ફરોખ રૂવાળા (કુમાર બાવાજી)ની વર્ષગાંઠને આખા વર્ષ દરમ્યાન વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરીને ઉજવાશે

સામાજીક
Spread the love

સુરત, 4 ઓકટોબર : સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ (રાષ્ટ્રીય) અને નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ & કોન્સ્ટીટ્યુશન રાઇટ્સ; આ બંને સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ એરવદ ફરોખભાઈ કેરસી રૂવાલા દસ્તુર (કુમાર બાવાજી)ના જન્મદિનની અનોખી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવાશે. જે સંદર્ભે યોજાયેલી બેઠકમાં ફરોખભાઈના5 ઓક્ટોબર-2022ના જન્મદિનથી આખું વર્ષ વરિષ્ઠ વૃદ્ધ વંદના અને વડીલોનું સન્માન, મહિલા ઉત્કર્ષ અને મહિલાઓનો સર્વાંગી વિકાસ અને ઉત્થાનના કાર્યો, બાલ ઉત્થાન અને પ્રોત્સાહન, કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ, વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રકારની સેવાપ્રવૃતિઓ કરવામાં આવશે એમ સંસ્થાના ઉપપ્રમુખ અમિષા ફરોખ રૂવાલા (માયા કુમાર)એ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત દેશના વડપ્રધાનના પ્રજાલક્ષી પ્રજા સુવિધાના,પ્રજા ઉત્કર્ષ, સમાજોપયોગી કાર્યક્રમોને પણ પ્રાધાન્ય આપી અવિરતપણે શરૂ રખાશે અને સેવા પ્રવૃતિઓથી ધમધમતું આખું વર્ષ રહેશે. વિવિધ અન્ય સંસ્થાઓ સાથે પણ સંકલન સાધીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સેવાકાર્યોને વેગવાન બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને યુવાન વયે વિધવા થયેલી મહિલાઓને સહાયરૂપ થવાં અને તેમની આજીવિકા માટેના પ્રયાસો પણ કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *