
સુરત, 5 ઓકટોબર : ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શસ્ત્ર પૂજન કર્યું હતું.આજે વિજયાદશમીએ ગૃહ રાજયમંત્રીએ ઋષિકુમારોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન કર્યું હતું.

ગૃહમંત્રીએ સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. નોંધનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી બન્યા બાદ સુરતમાં સૌ પ્રથમ વાર કોઈ ગૃહ મંત્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત