
સુરત, 5 ઓકટોબર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિજયાદશમીના દિવસે સુરત શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડીયમની મુલાકાત લઈ અહીં રમાઈ રહેલી સિંગલ્સ અને ડબલ્સ બેડમિન્ટન મેચ નિહાળી હતી. તેમણે ખેલાડીઓનો જુસ્સો વધારી પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રી સાથે પોલીસ કમિશનર અજય તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ગેમ્સનું ગુજરાત પ્રથવાર યજમાન બન્યું છે ત્યારે, રાજ્યના રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતમાં આ નેશનલ ગેમ્સ અંતર્ગત આ અગાઉ ટેબલ ટેનિસની રમત પણ થોડા દિવસો પૂર્વે જ રમાડવામાં આવી હતી.આ રમત અને હાલમાં રમવામાં આવી રહેલી બેડમિન્ટનની વિવિધ મેચોને નિહાળવા સુરતીઓ મોટી સંખ્યામાં ઇન્ડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેતા હોઈને ખેલાડીઓનો ઉત્સાહ પણ બેવડાયો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત