સુરત : ચેમ્બર ઓફ કોમર્સમાં જાણીતા એકાઉન્ટન્ટ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું

ખેલ જગત
Spread the love

સુરત, 5 ઓકટોબર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Branding is not Brand New, Know the Meaning, Nature, and Significance of Branding વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે જર્મની, ઇટલી, યુએસ, યુકે અને ચાઇનાની કુલ 29 જેટલી ડીગ્રી ધરાવનાર તેમજ સરકારની વિવિધ બોડીની સાથે કામ કરનારા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય છૈરાએ યુવા ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્ મંત્રી ભાવેશ ટેલરે પ્રાસંગિક વિધી કરી હતી. ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના યંગ આંત્રપ્રિન્યોર્સ સેલના ચેરમેન કરણ ગુજરાતીએ વકતાનો પરિચય આપ્યો હતો અને કો–ચેરમેન ઉમંગ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *