પલસાણા તાલુકાના બગુમરા ગામે “બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

Uncategorized
Spread the love

સુરત, 7 ઓક્ટોબર : સુરત નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ગામ સ્થિત રેવા સાંસ્કૃતિક ભવન ખાતે “બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના 300 ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ અવસરે નવસારી કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક બી.એમ.ટંડેલ અને મદદનીશ વૈજ્ઞાનિક જે.એમ.માયાણીએ બાગાયતી ફળોની ખેતી અને મૂલ્યવર્ધન વિશે માહિતી પૂરી પડી હતી.બાગાયત નિયામક પી. એમ. વઘાસિયા દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન આપી બાગાયત ખાતાની નવી યોજનાઓ- કોમ્પ્રીહેંસિવ હોર્ટીકલ્ચર, કમલમ ફળ અને મધમાખી પાલન વિશે ઓનલાઈન માધ્યમથી ખેડૂત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ સેમિનારમાં સુરતના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલ, સંયુક્ત ખેતી નિયામક કે.વી.પટેલ, મેન્યુફેક્ચરર અને એક્સપોર્ટર ઓફ ફ્રિઝ ડ્રાઈંગ નિકુંજ નાવડિયા, પ્રગતિશીલ ખેડૂત પ્રવિણ ગોધાણી, બગુમરા સરપંચ નીલા શૈલેષ પટેલે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતું તેમજ ખેડૂતોને બગુમરા ખાતે ભરત ગોધાણીનાં “ઓતીબા” ડ્રેગન ફ્રૂટ ફાર્મની મુલાકાત કરાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *