સુરતની ગાંધી ઇજેનરી કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨-૨૩”ના પ્રાદેશિક રાઉન્ડનો શુભારંભ

શિક્ષણ જગત
Spread the love

સુરત, 7 ઓક્ટોબર : સુરતના મજુરાગેટ સ્થિત ગાંધી ડિગ્રી ઇજેનરી કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી SSIP ગુજરાત દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022-2023ના પ્રાદેશિક રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. 36 કલાક નોન-સ્ટોપ ચાલનારી હેકાથોન ઇવેન્ટમાં વિવિધ શેહરોની 73 ટીમોએ ભાગ લીધો છે. જેમાં 400થી વધુ વિધાર્થીઓ, 70 મેન્ટર્સ અને 24 જ્યુરીએ ભાગ લીધો છે.
જ્યાં ગુજરાત રાજ્ય સરકાર પ્રેરીત વિદ્યાર્થી કેન્દ્રી ઇનોવેશન ઇકો સીસ્ટમ ઉભી કરવાના હેતુ માટેના સૂચવેલ સિવીલ, ઇલેક્ટ્રોનિક્સ, ઈલેકટ્રીકલ, મિકેનીકલ, કોમ્પ્યુટર, આઈ.ટી, પર્યાવરણ, કેમિકલ એન્જિનિયરીંગ વિભાગો સંબંધી સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારના ગૃહ, એગ્રિકલચર, માર્ગ અને મકાન, એનર્જી અર્બન ડેવલપમેન્ટ, નર્મદા કલ્પસર, ઇરીગેશન ડીપાર્ટમેન્ટ જેવા વિભાગોએ સૂચવેલા 750 પડકારો પર વિદ્યાર્થીઓ એમના ક્રેએટિવે અને ઇનોવેટિવ આઈડિયા રજુ કરશે.

આ સ્પર્ધા બાદ સ્ટાર્ટ-ઉપ ઉભું કરવા સ્કોલરશીપ પણ આપવામાં આવે આવશે.સ્પર્ધક ટીમોએ તેમની સમસ્યાના ઉકેલ માટે સ્પર્ધામાં ડે એન્ડ નાઇટ સતત 36 કલાક ટીમ વર્ક કરી કોમ્પ્લેક્સ સોલ્યુશન મેળવવા માટે સકારાત્મક અને રચનાત્મક ટીમ વર્ક કરી હાર્ડવેર અને સોફ્ટવેર એડિશનમાં કોડિંગ ઉપરાંત કોમ્પોનેંટ પ્રોટોટાઇપ વગેરે બનાવવાનું રહશે.આ હેકાથોનના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સુરત મહાનગર પાલિકાના ચીફ રેસીલીયન્સ ઓફિસર કમલેશ યાજ્ઞિક હાજર રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *