સુરત : સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન વિસ્તારમાં સાફસફાઈ હાથ ધરાઈ

સામાજીક
Spread the love

સુરત, 7 ઓકટોબર : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા 1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર 2022 સુધી “Clean India Campaign 2.0” ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારના રોજ સુરત રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છ ભારત અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરીને લગભગ 40 કિલો જેટલો કચરો એકત્રીત કરવામાં આવ્યો હતો. સાથે સ્વચ્છતાનું મહત્વ જણાવવામાં આવ્યું હતું. જેમાં “સિંગલ યુઝ પ્લાસ્ટિક” નો વપરાશ નહી કરવા તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. જેની સાથે સાથે પોતાની આસપાસ સફાઈ તેમજ સ્વચ્છતા જાળવવા વિષે જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન સ્ટેશન અધિક્ષક સી. એમ. ખતિક, આનંદ શર્મા અને તેમના સફાઈ કર્મચારીઓના સહકાર તેમજ સમગ્ર સંચાલન નેહરુ યુવા કેન્દ્ર-સુરત મેહુલ દોંગા, નીખીલ ભુવા, કીર્તિ રવિયા, રીપલ નરસાળે દ્વારા કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *