
સુરત, 8 ઓકટોબર : કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના દિહેણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ અભિયાન હાથ ધરી ‘સ્વચ્છ ભારત અભિયાન 2.૦’ની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાંથી 15 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ તથા મેડિકલ વેસ્ટને એકત્ર કરી તેનો નિકાલ કરાયો હતો.

દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે વિવિધ સરકારી વિભાગો તથા સ્વયંસેવી સંસ્થાઓ સ્વચ્છતા ઝુંબેશમાં યોગદાન આપી રહી છે, ત્યારે ઓલપાડ તાલુકાના સફાઈ અભિયાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હેમાક્ષી દેસાઈ, NYV મનોજ દેવીપુજક સહિત આરોગ્ય અને સફાઈ કર્મચારીઓ, ગ્રામજનો અને નેહરુ યુવા કેન્દ્રના યુવક મંડળો, સખીમંડળો જોડાયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત