ઓલપાડ તાલુકાના કરમલા ખાતે રૂ 82.95 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 8 ઓકટોબર : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે રોડરસ્તા, પાણી પુરવઠા, પંચાયત સંલગ્ન કાર્યો સહિતના કુલ રૂ.82.95 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીના હસ્તે કુલ રૂ. 55.52 કરોડના34 રસ્તાઓ જેમાં પંચાયત ખાતાના રૂ.39.86 કરોડના 32 કામો અને ગુજરાત રાજ્ય સરકારમાંથી મંજૂર થયેલ કુલ રૂ.15.66 કરોડના ૨ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરમલા ગામે રૂ.1.80 કરોડના ખર્ચે નવનિર્મિત 20 લાખ લીટર ક્ષમતાના ભુગર્ભ સંપ અને સંલગ્ન કામોનું લાકોર્પણ અને ઓલપાડ તાલુકા પંચાયત સમાવિષ્ટ દરેક ગ્રામ પંચાયતના કુલ રૂ.25.63 કરોડના 957 કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન થયું હતું.

આ પ્રસંગે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે, ગામડોઓ શહેરો સમકક્ષ બને અને વિકાસ સુવિધાઓ વધે, ખેડુતોની આવક બમણી થાય એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. સાથે રોડ, રસ્તા, લાઈટ, ડ્રેનેજ અને પાણી જેવી પાયાની સુવિધા જન જન સુધી પહોંચાડવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ની ભાવના સાથે સરકાર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે ‘સબ કા સંકલ્પ’ને સાથે લઈને માતબર વિકાસકાર્યો કરી રહી છે એમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20વર્ષના વિકાસ અભિમુખ શાસનમાં સરકારે વિકાસની ગતિને તેજ બનાવી છે. ડબલ એન્જીન એન્જિન સરકારના ડબલ ફાયદા ગુજરાતના નાગરિકોને મળી રહ્યા છે. છેવાડાના ગ્રામજનો સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અમલી બનાવી છે. સાથોસાથ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોના રસ્તાઓનું રિસ્ટ્રક્ચરીંગ અને મજબૂતીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે શરૂ કરેલીખેતી ક્ષેત્રે નવીન ડ્રોન ટેક્નોલોજી દ્વારા નેનો યુરિયાના છંટકાવ માટેની યોજના કિસાનો માટે આશીર્વાદ સમાન બની હોવાની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, ઉપપ્રમુખ જશુવસાવા, અગ્રણીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *