
સુરત, 9 ઓકટોબર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે.ચૂંટણી પૂર્વે પીએમ મોદી અને આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાતોમાં વધારો જોવા મળી રહ્યો છે.આ વખતની રાજ્યની ચૂંટણીમાં ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે તેવા અણસારો અત્યારથી જ મળી રહ્યા છે.ત્યારે, એક તરફ ગુજરાતમાં પીએમ મોદી 3 દિવસના પ્રવાસે આવ્યા છે.ત્યારે,બીજી તરફ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં આવ્યા છે.રવિવારે દક્ષિણ ગુજરાતમાં ધરમપુર બાદ કડોદરા ખાતે આપ દ્વારા આયોજિત જાહેરસભાને સંબોધિત કરવા આ બન્ને નેતાઓ સુરતના એરપોર્ટ પર આવ્યા હતા.જ્યાં કેજરીવાલ અને ભગવંત માને મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કંટ્રોલમાં કરવા ભાજપ અને કોંગ્રેસ બંધ બારણે સિક્રેટ મિટિંગો કરી રહ્યું છે.
કેજરીવાલે મીડિયાને સમક્ષ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં પરિવર્તનની આંધી આવવાની છે. ગુજરાતના લોકો સાચો અને સારો ઓપ્શન શોધી રહ્યા છે.ગુજરાતમાં આપને કંટ્રોલ કરવા ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ ગયા છે. ગુજરાતમાં ચારે બાજુ મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે.આ ખરાબ રાજનીતિ છે.આ કૃત્ય કરનાર કંસની ઓલાદો છે.ભગવાને મને એક કામ સોંપ્યું છે કે આ રાક્ષસોથી જનતાને બચાવવાની છે.
એરપોર્ટ પર મીડિયાને સંબોધન કર્યા બાદ આ બંને નેતાઓ બાય રોડ કડોદરા ખાતે યોજાયેલ જાહેર સભામાં હાજરી આપવા રવાના થયા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત