વિધાનસભાની ચૂંટણી પૂર્વે આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ : રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા

પ્રાદેશિક
Spread the love

સુરત, 10 ઓકટોબર : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમા હાથ ધરવામા આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર,2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારોની નોંધાય છે.
આ મતદારયાદી અનુસાર જિલ્લામાં 4,73,9201 મતદારો નોંધાયા છે. જેમાં 159 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. કુલ મતદારોમાં 2,54,6933 પુરૂષ અને 21,92,109 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 73205 જેટલા નવા મતદારો નોંધાયા છે જે પૈકી ફોર્મ નં.6 ભરીને 94554 મતદારો નોંધાયા છે જયારે ફોર્મ-7 અંતર્ગત 39783 મતદારો કમી કરવામાં આવ્યા છે. આમ કુલ ફોર્મ 8 હેઠળ18000થી વધુ માઈગ્રેટ હેઠળ મતદારો નોંધાયેલા છે.ફોર્મ-8 હેઠળ રહેઠાણ બદલાયા હોય, મતદારયાદીમાં નામો સુધારવા, નવા ફોટો ઓળખકાર્ડ માટે કુલ 1,08,897 ફોર્મ મળ્યા હતા. જેમાં પૈકી 100509 ફોર્મ મજુર કરવામાં આવ્યા હતા.ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન,2022માં જાહેર કરવામાં આવેલા મતદારયાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું આસાન થયું છે.નવા સુધારાઓ સાથે તા.12મી ઓગસ્ટ-2022થી 11મી સપ્ટેમ્બર-2022દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી. આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે જિલ્લામાં 18 થી 19 વયના જુથમાં 36729 યુવા મતદારોએ નોંધણી કરાવી છે.

રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *