સુરતની સરકારી નર્સિંગ કોલેજ અને સ્ટુડન્ટ નર્સિંગ એસોસીએશન દ્વારા“વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે” ઉજવણી કરાઇ

સ્થાનિક
Spread the love

સુરત, 10 ઓકટોબર : સરકારી નર્સિંગ કોલેજ,સુરત અને સ્ટુડન્ટ નર્સિંગ એસોસીએશન દ્વારા “વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે” નિમિતે જનજાગૃતિ ભાગરૂપે “ Make Mental Health And Well-Being For All a Global Priority” અર્થાત વિશ્વ માટે માનસિક આરોગ્ય અને સારૂ સ્વાસ્થ્ય જરૂરી છે આ થીમ પર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ થીમનો મુખ્ય હેતુ નવી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દી અને દર્દીઓના સગાને આરોગ્ય શિક્ષણ પુરૂં પાડવાનો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સરકારી મેડીકલ કોલેજ ડીન અને માનસિક આરોગ્ય વિભાગના વડા ડો.રૂતંભરા મહેતાના હસ્તે કરાયું હતુ. આ અવસરે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્યના લક્ષણોની સારવારની માહિતી આપતું પ્રદર્શન ઓ.પી.ડી બિલ્ડિંગ ખાતે રજુ કર્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓએ શેરીનાટક ભજવી આરોગ્ય વિશે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ તમામ લોકોને આરોગ્યની બાબતે સજાગ રહેવાનો અનુરોધ કર્યો હતો. પ્રિન્સિપાલ ડો.ઇન્દ્રાવતી રાવે માનસિક આરોગ્યનું સંતુલન દરેક વ્યક્તિમાં કેમ જરૂરી છે તે વિશે સમજ આપી હતી. માનસિક આરોગ્ય વિભાગના પ્રોફેસર ડો.કમલેશ દવેએ વિદ્યાર્થીઓને સમાજમાં વધતા જતા આત્મહત્યાના બનાવો અટકાવવા માટે સૌને જાગૃતિ બનવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ના સેક્રેટરી કિરણ દોમડિયા, નર્સિંગ કોલેજના ડો.સોનલ પંડ્યા, નર્સિંગ સુ.પ્રી. ક્રાંતાબેન, લોકલ એસો.ના પ્રમુખ અશ્વિન પંડ્યા, લોક્લ ઓસોના સભ્યો, હેડનર્સ, સ્ટાફ નર્સ સહિત બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ સહીત ફેકલ્ટીઝ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *