
સુરત, 11 ઓક્ટોબર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય અને EEPC INDIA ના સંયુકત ઉપક્રમે કેપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમના ભાગરૂપે બુધવાર, 12 ઓકટોબર, 2022ના રોજ સવારે 10થી બપોરે 2 કલાક દરમ્યાન સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નિકાસ, ફેમા માર્ગદર્શિકા અને નિકાસ સંબંધિત બેન્કીંગ સમસ્યાઓ અને તેના ઉકેલો માટે આરબીઆઇના મુખ્ય દિશા નિર્દેશો’ વિષે ઇન્ટરકેટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેકલ્ટી તરીકે ભારત અને વિદેશની અગ્રણી બેન્કો સાથે 20 વર્ષથી વધુનો કામગીરીનો અનુભવ ધરાવતા ટ્રેનર એન્ડ કન્સલ્ટન્ટ કે. સુબ્રમણ્યન દ્વારા ઉદ્યોગકારોને EEPC, DGFT, DIC, ECGC, MSME, બેન્ક વગેરેની નિકાસ પ્રોત્સાહન માટેની યોજનાઓ વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઇન્ટરેકટીવ સેશન નિકાસકારો, આયાતકારો, કંપનીઓ, વિવિધ ઉદ્યોગો, સીઈઓ, નિકાસ કંપનીઓના વડાઓ, ઉત્પાદકો, સીએફઓ, એકાઉન્ટન્ટ્સ અને નાણાંકીય/નિકાસ એકઝીકયુટીવ્સ વિગેરે માટે ખૂબ જ મહત્વનું બની રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત