
સુરત, 11 ઓકટોબર : ગરીબ અને મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ મહુવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ સુરત જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ જિનેશ ભાવસારના હસ્તે કરવામાં આવ્યો હતો. મહુવા સામુહિક આરોગ્ય કેન્દ્ર-(મહુવા રેફરલ હોસ્પિટલ)માં ડાયાલિસિસ કેન્દ્ર શરૂ થતા મહુવા સહિતના આજુબાજુના ગામોને વિનામૂલ્યે આ સેવાનો લાભ મળશે અને સુરત, વડોદરા જેવા અન્ય શહેરમાં ડાયાલિસીસ માટે જવામાંથી રાહત મળશે, સમયનો પણ બચાવ થશે. અમદાવાદ સિવિલના કિડની હોસ્પિટલમાંથી નિષ્ણાંત ટેક્નિશિયન આવી ડાયાલિસીસની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં તાલુકાકક્ષાએ 188 સ્થળોએ ડાયાલિસીસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે મહુવામાં પણ આ કેન્દ્રનો ઉમેરો થયો છે. આ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના સ્ટાફ તથા મહુવા સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત