
સુરત, 11 ઓકટોબર : ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડના અધ્યક્ષસ્થાને સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 5 વાગ્યે ‘ 36મી નેશનલ ગેમ્સ-2022 ‘નો સમાપન સમારોહ યોજાશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલો ઈન્ડિયા’ તેમજ ‘ફીટ ઈન્ડિયા’ અભિયાનને સાકાર કરતા ‘36મી નેશનલ ગેમ્સ’માં 36 જેટલા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશના 7500 જેટલા ખેલાડીઓએ 36 પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો. કુલ 1100 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે હરિફાઈ કરી હતી. આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 2000 ટેકનિકલ સ્ટાફ અને 2500થી વધુ વોલેન્ટીયરો મદદરૂપ થયા હતા.આ પ્રસંગે ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપા અધ્યક્ષસી.આર.પાટીલ, રમતગમત વિભાગના અધિકારીઓ, ખેલાડીઓ શહેરીજનો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત