સુરત, 12 ઓક્ટોબર : ઉપરાષ્ટ્રપતિ પદે નિયુક્તિ બાદ પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જયારે સુરત ખાતે આવ્યા છે ત્યારે સમગ્ર સુરત શહેરમાં અને વિશેષ કરીને રાજસ્થાન-હરિયાણા સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે .13 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાજસ્થાન-હરિયાણા સમાજ, સુરત દ્વારા સાંજે 7 કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ઈન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે આદરણીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો અભિવાદન સમારોહ અને દીપાવલી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભારતીય જનતા પાર્ટી-રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષ, કૈલાશ ચૌધરી, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા, મુકેશ પટેલ, સુરત મહાનગરના પ્રથમ નાગરિક અને મેયર હેમાલી બોઘાવાલા, ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રીઓ, તથા રાજસ્થાન અને ગુજરાત રાજ્યના વિવિધ સાંસદ, ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે.આ પ્રસંગે રાજસ્થાનના સુપ્રસિદ્ધ લોકગાયક પ્રકાશ માલી રાજસ્થાની સંગીત અને સુરોની સુરાવલી પ્રસ્તુત કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત