સુરતના ઓલપાડ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ સમારોહ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 18 ઓકટોબર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં 50 લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં યોજાયેલા પી.એમ.જે.એ.વાય-મા પી.વી.સી. કાર્ડ વિતરણ સમારોહ અંતર્ગત ઓલપાડ તાલુકાના મથકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે હળપતિ અને ભૂમિહીન ખેતમજુરોની આવાસ બાંધકામ સમિતિના અધ્યક્ષ અશોક રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અશોક રાઠોડે જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઈ મોટી બિમારી આવી પડે તેવા સમયે આ કાર્ડની મદદથી લાખોના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે. વડાપ્રધાનએ આજે 50 લાખથી વધુ લોકોને આરોગ્યનું સુરક્ષા કવચ આપ્યું છે. દરેક વ્યકિતએ આયુષ્યમાન કાર્ડનો લાભ લેવો જોઈએ.ઓલપાડ તાલુકામાં હાલમાં 62124 જેટલા લાભાર્થીઓ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ ધરાવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 3000થી વધુ લાભાર્થીઓને 4 કરોડથી વધુના ઓપરેશનો વિનામૂલ્યે કરાયા છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રોજ 5 થી 7 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્તમાન વર્ષે ઓલપાડ તાલુકામાં 15 ગંભીર રોગોવાળા બાળકો શોધીને તેમાંથી 6બાળકોના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન ઉપસ્થિત સૌએ લાઈવ નિદર્શન કરાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.કૃણાલ જરીવાલા, મેડિકલ ઓફિસર ડો.ચિરાગ પટેલ, ડો.પ્રશાંત સેલર, તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પટેલ, પ્રાંત અધિકારી સી.કે.ઉધાડ, મામલતદાર એલ.આર.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી મૌલિક દોન્ગે, અગ્રણી સર્વ યોગેશ પટેલ, મુકેશપટેલ, કિરણ પટેલ, વનરાજસિંહ બારડ, સીતાબેન રાઠોડ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *