
ગાંધીનગર, 18 ઓક્ટોબર : ભારત સરકાર દ્વારા વર્ષ 2022-23 રવિ પાક (રવિ માર્કેટિંગ સિઝન 2023-24)ના ટેકાના ભાવ આજ રોજ રવી ઋતુના વાવેતરની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘઉ માટે રૂ.2125, જવ માટે રૂ.1735, ચણા માટે રૂ.5335, રાઈ સરસવ માટે રૂ.5450, મસૂર માટે 6000 અને કસુંબી માટે રૂ.5650પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યા છે. તે બદલ રાજયના ખેડૂતો વતી સમયસર જાહેરાત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષિમંત્રી રાધવજી પટેલે આભાર વ્યકત કર્યો છે.
કૃષિમંત્રીએ ઉમેર્યું કે,ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકા થી 104 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાક માં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 100થી 500 સુધીનો વધારો કરવામાં આવેલ છે.રાજ્યના મુખ્ય પાક ઘઉં માં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 110નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા 2125 , ચણા પાકમાં રૂપિયા 105નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા 5335, રાયડા પાકમાં રૂપિયા 400નો વધારો કરી ટેકાનો ભાવ 5450 જાહેર કરાયા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત