ગુજરાતમાં ‘ટ્રાવેલ નાઉ પે લેટર’સુવિધા શરૂ કરવા કેશઇએ આઇઆરસીટીસી સાથે જોડાણ કર્યું

વેપાર જગત
Spread the love

સુરત, 19 ઓક્ટોબર : ભારતની અગ્રણી ધિરાણ-સંચાલિત, એઆઈ-સંચાલિત ફાઇનાન્શિયલ વેલનેસ પ્લેટફોર્મ કેશઇએ આજે જાહેરાત કરી હતી કે, પ્લેટફોર્મે ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) સાથે એની ટ્રાવેલ એપ આઇઆરસીટીસી રેલ કનેક્ટ પર ટ્રાવેલ નાઉ પે લેટર (ટીએનપીએલ) પેમેન્ટ વિકલ્પ પ્રદાન કરવા જોડાણ કર્યું છે. આ ગુજરાતમાંથી ભારતીય રેલવેના પ્રવાસીઓને તેમની રેલ ટિકિટો તાત્કાલિક બુક કરાવવા અને ત્રણથી છ મહિનાના ઇએમઆઇ (સરળ માસિક હપ્તા)માં ચુકવણી કરવા માટે સક્ષમ બનાવશે. કેશઇના ઉપભોક્તાઓની ઋણ અને ખર્ચની પેટર્ન્સના વિશ્લેષણ મુજબ, ગુજરાત પ્રવાસ સંબંધિત ધિરાણની જરૂરિયાતનો લાભ લેતા ટોચના 10 રાજ્યોમાં સામેલ છે. ગુજરાતમાંથી કુલ ઋણમાંથી નોંધપાત્ર હિસ્સો ટ્રાવેલ લોનનો છે એવું વિશ્લેષણમાં ઉમેરવામાં આવ્યું છે.
કેશઇના ટીએનપીએલ પેમેન્ટ વિકલ્પ સાથે આઇઆરસીટીસી ટ્રાવેલ એપ પર ભારતીય રેલવેના લાખો પેસેન્જર્સ માટે રેલ ટિકિટોનું બુકિંગ અને ચુકવણી હવે સરળ અને અવરોધમુક્ત બનશે. ઇએમઆઇ ચુકવણીનો વિકલ્પ આઇઆરસીટીસીની ટ્રાવેલ એપના ચેકઆઉટ પેજ પર ઉપલબ્ધ છે, જેનો લાભ રિઝર્વ્ડ અને તત્કાલ ટિકિટોનું બુકિંગ કરાવતા પેસેન્જર્સ મળશે.
આ જોડાણ પર કેશઇના સ્થાપક ચેરમેન વી રમન કુમારે કહ્યું હતું કે, “આ આઇઆરસીટીસી સાથે પ્રથમ પ્રકારની ભારતની સૌથી મોટી ટ્રાવેલ નાઉ પે લેટર સંલગ્ન ઇએમઆઇ ચુકવણી છે. મને એ કહેતા આનંદ થાય છે કે, આઇઆરસીટીસી સાથે અમારું જોડાણ દેશમાં ઇએમઆઇ ચુકવણીને વેગ આપવા અને વધુને વધુ પેસેન્જર્સને આ સુવિધાનો લાભ આપવાની દિશામાં વધુ એક પગલું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *