
સુરત, 19 ઓક્ટોબર : સુરત મહાનગરપાલિકાના છાપરાભાઠા વોર્ડ નં-૧માં આવેલી માલધારી સોસાયટીમાં રૂ.78 લાખના ખર્ચે તૈયાર થનાર ડામર રસ્તાનું કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ માલધારી સમાજની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે માલધારી સમાજના પ્રમુખ ગજજી ભરવાડ, વોર્ડ નં.1 ના કોર્પોરેટરો અજીત પટેલ, રાજેન્દ્ર પટેલ, ગીતા સોલંકી, સમાજના અગ્રણીઓ અનિમેષ પટેલ, રાજુ પરમાર, માલધારી સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત