
સુરત, 19 ઓક્ટોબર : નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા 1 ઓક્ટો.થી 31 ઓક્ટો. સુધી “ક્લીન ઈન્ડિયા ડ્રાઈવ 2.0’ શરૂ છે, ત્યારે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ અને નિકાલ’ તેમજ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ અને યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં યોગી ચોક વિસ્તારમાં તથા અડાજણ વિસ્તારની આંગણવાડીમાં, બારડોલી તાલુકામાં પ્રાંત કચેરીમાં મહુવા તાલુકાના વનવિભાગમાં તેમજ પલસાણા તાલુકામાં સ્વચ્છતા કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી, અને સ્વચ્છતા શપથ ગ્રહણ કરાયા હતા. ઉપરાંત, ઈકોફ્રેન્ડલી કાપડની બેગોનું વિતરણ કરાયું હતું.

અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએથી 200 કિલોથી વધુ પ્લાસ્ટીક એકત્રિત કરવામાં આવ્યું હતું. મેગા ક્લીન ઇન્ડિયા ડ્રાઈવમાં 150થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મેહુલ દોંગા, કીર્તિ રવિયા, રિપલ નરસાળે, શિવમ વ્યાસ, સત્યેન્દ્ર યાદવ દ્વારા જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત