સુરત, 19 ઓક્ટોબર : વિધાનસભા સામાન્ય ચુંટણી- 2022ના અનુસંધાને આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ચુંટણી દરમ્યાન SMS તથા સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ અટકાવવા સંબંધિત મોનિટરીંગની કામગીરી માટે નોડલ ઓફિસર તરીકે ઈ.નાયબ પોલીસ અધિક્ષક(પોલીસ મુખ્ય મથક, સુરત ગ્રામ્ય) એ.એમ.પરમારની નિમણુંક કરવામાં આવી છે. તેમનો સંપર્ક નો.89800 47300 અને ઈમેલ આઈ.ડી.: sp-sur@gujarat.gov.in હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત