
સુરત, 20 ઓક્ટોબર : ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી વિશ્વની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) સુરત દ્વારા આજે ‘Pure Diwali Get Together’ (દિવાળી સ્નેહમિલન) ની ઉજવણી પ્રસંગે તેના 1,000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.શહેરના કતારગામ, રામકથા રોડ સ્થિત એસઆરકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુરુવારે મોડી સાંજે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન ગોવિંદકાકાએ ઉપસ્થિત મહેમાનોને આવકારી ઉષ્માસભર વાતાવરણમાં સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે પદ્મશ્રી મથુર સવાણી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિશાલ સંખ્યામાં SRK એક્સપોર્ટ્સના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલે પ્રસંગોચિત સંબોધન કરી SRK એક્સપોર્ટ્સની આ પ્રકારની પહેલને આવકારી હતી.

આ પ્રસંગે SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “ ગોવિંદકાકા” એ જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.”

SRK એક્સપોર્ટ્સના પાર્ટનર જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર અને સોલાર ભારતના સપનાને સપોર્ટ કરવાની ભાવના તથા વિશ્વમાં ESG અમલ કરતી કંપનીઓમાં અગ્રણી બનવા અને આ નેતૃત્વને મજબૂત કરવા માટે ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારી કરીને આ સાહસિક શરૂઆત કરી છે. સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમીશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.

શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) વિશે
“ ગોવિંદકાકા” દ્વારા સ્થપાયેલ, SRK, વિશ્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સ કરનાર કંપનીઓમાંની એક છે. 1.8 બિલિયન USD કરતાં પણ વધુ મૂલ્યવાન, SRK 6000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પડે છે અને છેલ્લા 6 દાયકામાં વૈશ્વિક ઈકોનોમીમાં ભારતે આપેલ યોગદાનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એક મુખ્ય હેતુ જેને તે પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને મક્કમતા કહે છે તેના માટે પ્રતિબદ્ધ છે, SRKએ જેમ્સ અને જ્વેલરી ઉધ્યોગોને ESGનું પાલન કરવા પ્રાથમિકતા આપવા અને ભારતમાં ઝીરો એમીશન કેટલું જરૂરી છે અને ઝડપથી ત્યાં પહોંચવા કયાં પગલાં લેવા જોઇએ તેની માહિતી અને સમજ પહોંચાડવા મહત્તમ પ્રયાસ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ISO, સિસ્ટમ અને પ્રોસેસનાં પ્રમાણપત્રો ધરાવતી કંપની SRK છે. વધુમાં તેના નફાના 4.5%થી પણ વધુ હિસ્સો SRK તેની વિવિધ CSR પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે વાપરે છે. ગોવિંદકાકા હંમેશા સૌને સાથે રાખીને માનવ કલ્યાણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. સમાજમાં ટકાઉ વિકાસ થાય એ એમની કાયમી ચિંતા હોય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત